May 7th, 2010 by Mitesh Soni

કંઇક લખવુ છે પણ વિચારો ભટકી જાય છે ગુજરાતી ભાષા માં કશુ લખવા માટે આપણે આટલુ બધુ વિચારવુ પડે એ લખવાની શરુઆત કરીએ ત્યારેજ ખબર પડે. ઘણા બધા વિચારો એક સાથે મગજ નો કબ્જો લઇ ને બેઠા હોય અને કોઇ એક વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરી ના શકીએ અને મગજ થાકી જાય પણ એક લીટી લખી શકાય નહિ. જ્યારે કોઇ રહસ્ય કથા વાંચતા હોઇએ ત્યારે એક પાનુ વાચતા દસ વખત વિચાર આવે કે આનાથી સારુ તો આપણે ડાબા હાથે પણ લખી શકીએ.. પણ લખવાનુ શરુ કરીએ એટલે જમણો હાથ પણ કામ કરતો બંધ થઇ જાય. આટલુ લખ્યુ કે લખાયુ એટલે હરિ હરિ.. આગળ પછી ક્યારેક .. લખવાનુ ફેફરુ ઉપડ્શે ત્યારે વાત

આવજો……